ઘસાયેલી કેસેટ

You are currently viewing ઘસાયેલી કેસેટ

નવું કશુંક તો લઈને આવજે, જૂનું આજે ચાલશે નહીં,
વાસી થઈને સડી ગયેલું, બ્હાનું આજે ચાલશે નહીં.

અંધારાની બીક નથી પણ, ચોરી મારે કરવી નહીં,
ઢંઢેરો પીટીને આવજે, છાનું આજે ચાલશે નહીં.

મનમાં હોય એ હોઠે લાવજે, દુનિયાથી ડરવાનું નહીં,
આનાકાની આજીજી કરવાનું આજે ચાલશે નહીં.

આવો એટલે પુરી દઈશું, સસ્તામાં પણ છૂટશો નહીં,
બેબી-સોના-ગોલુ-મોલું-જાનું આજે ચાલશે નહીં.

દુઃખે-પાપે ચલવી લીધું, આવ્યા છો તો બોલવું નહીં,
આજે વારો મજનૂનો, લૈલાનું આજે ચાલશે નહીં.

ઉતાવળે તો આવવાનું નહીં, તરસ અમારી હોય કે નહીં,
આવો તો તસતસતું લઈશું, નાનું આજે ચાલશે નહીં.

દુનિયા તો રંગીન મિજાજી, રંગો મારેય રમવા નહીં?
કોરું રહી જાય પ્રેમનું “કાચબા”, પાનું આજે ચાલશે નહીં.

– ૦૬/૦૧/૨૦૨૨

[મારે કામ છે… મારાથી નહીં અવાય… કોઈ જોઈ જાય તો?… ઘરે કહી દે તો?… બધાને ખબર પડી જાય તો?…. કાયમની તારી એકની એક “ઘસાયેલી કેટેસ” વગાડવાનું બંધ કર. આજે તો આ પાર કે પેલે પાર… તારે આવવું જ પડશે, તારું કોઈ જ બહાનું હું સાંભળવાનો નથી…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. Ishwar panchal

    દરેક રચનામાં ઊંડો ભાવ પ્રગટ કરવાની ગજબની
    કરામત.સરસ,