પાછો ફરીશ(?)

You are currently viewing પાછો ફરીશ(?)

આવજો તો કહી દીધું, પણ શું ખબર એ આવશે?
હા વચન તો લઈ લીધું, પણ શું ખબર એ આવશે?

જોઈ લીધો છે મેં એની આંખમાં શંશય જરા,
એમણે તો કહી દીધું, પણ શું ખબર એ આવશે?

આ ધ્રુજારી આજથી પહેલાં તો એમને થઈ નથી,
થાક ની છે કહી દીધું, પણ શું ખબર એ આવશે?

આવવાનાં હોય તો આ ભેટ શાને દઈ ગયાં?
મારું પણ કંઈ લઈ લીધું, પણ શું ખબર એ આવશે?

મ્હેલ ચણવા જાય છે એવું જ કીધું એમણે,
માપ મારુ લઈ લીધું, પણ શું ખબર એ આવશે?

ગીરવે કંઈ છે નથી ને કોઈ જામીન પણ નથી,
કોરું કાગળ લઈ લીધું, પણ શું ખબર એ આવશે?

મન નથી ને માનતું પણ, શું કરું હું “કાચબા”,
ઘૂંટ કડવું પી લીધું, પણ શું ખબર એ આવશે?

– ૨૨/૦૪/૨૦૨૨

[વચન તો બહુ ઉદાર હાથે આપે છે કે બહું જલ્દી “પાછો ફરીશ”, પણ તારું આ વર્તન જોઈને મને શંકા પડે છે કે વાત કંઈક અલગ જ છે, એટલે જ પૂછું છું, સાચે સાચું કહી દે, “પાછો ફરીશ?”]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 4 Comments

  1. મણિલાલ વાલજીભાઈ રોહિત 'સહજ'

    વાહ ખૂબ સરસ

  2. Ishwar panchal

    કવિ ની સવેન્ડનસિલતા ને પ્રસ્થાપિત કરતી આ અદભૂત કવિતા. કવિ વર્તન થકી જે જાણી લે છે જે બોલવાથી અલગ પડે છે. કવિ દિલ થી બોલતા હોય છે,દિલ થી વિચારતા હોય છે,દિલ થી ( લખતા )હોય છે

  3. હિરેન દરજી (IPR)

    ખૂબ સરસ કવિતા છે અમિત ભાઇ

  4. શોભા કિશોરભાઈ મિસ્ત્રી.

    સરસ કવિતા.