જાત અનુભવ

You are currently viewing જાત અનુભવ

મોકો જો મુર્તિ થવાનો મળે,
પડદાની પાછળ જવાનો મળે,

ઝડપી જ લઈએ ના સંકોચ કરીએ,
આ લ્હાવો ઘણાને મુઆ* નો મળે,

ચૂપચાપ બેસીને જોયાં જ કરીએ,
ખેલ પછી કેવો જોવાનો મળે,

એક પછી એક એવાં આવે નમૂનાઓ,
શ્વાસ પછી જરીએ લેવા, નો મળે,

કોઈ વાર મળી જાયે નાહક વધામણાં, ને-
ઘુંટ કદી કડવો પીવાનો મળે,

મોં જોઈને ફેરવી લે મોઢું પણ કોઈ’દી, ને-
લાભ કો’દી, ભક્તિ, સેવાનો મળે,

જીવી લે પથ્થરને નજદીકથી “કાચબા”,
ફર્યાદ ક્યારેય કરતો જોવા, નો મળે.

– ૧૩/૦૯/૨૦૨૧

*મુઆ (નો મળે) – મરી જાવ તો પણ (નહીં મળે)

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 4 Comments

  1. Nita anand

    વાહ ખુબ જ સુંદર ને અર્થસભર રચના
    👌👌👌👌👌

  2. યક્ષિતા પટેલ

    શું જબરદસ્ત વાત કહી નાંખી…જબરું…👏👏👏👏👏🙏

  3. Ishwar panchal

    ભગવાનને પણ ખુશી થઈ જશે ,કે મારી વિટંબણા
    કવિએ લોકો સુધી પહોંચાડી.

  4. મનોજ

    ઈશ્વર ને એકવાર નજીકથી જોઈ લે, વાહ વાહ…. ખુબ સુંદર… ઈશ્વરની સમસ્યાને જાણે કે વાચા આપી તમે…