આજે હતું એ કાલે કદાચ નહીં હોય,
સંધિ નસીબ સાથે કદાચ નહીં હોય.
કોને ખબર કે ક્યારે હિસાબ થાશે!
કર્મોની ઢાલ આડે કદાચ નહીં હોય.
મહેનત કરીને થાકીને બેસો ત્યારે,
વડલાની છાંય માથે કદાચ નહીં હોય.
ચોક્કસ બનાવો બંગલે એનો ઝરૂખો,
કોયલ પછી એ ડાળે કદાચ નહીં હોય,
ચાકર હશે મહેલમાં ઘણાં પરંતુ,
પ્રેમાળ દોસ્ત પાસે કદાચ નહીં હોય.
લઈને હજાર હાથો ઉભો હો સામે,
દિવ્ય નજર આ આંખે કદાચ નહીં હોય.
જે કંઈ મળ્યું એ એની પરમ કૃપા છે,
બાકીનું મારી માટે કદાચ નહીં હોય.
– ૧૪/૧૦/૨૦૨૩
ખૂબ ખૂબ સરસ લાજવાબ…….
ખોલ નયન તું ભરઊંઘ તોડીને જાગી જા
સલાહ આપનાર કાલે કદાચ નહીં હોય.
વાહ વાહ ખૂબ સુંદર ગઝલ
સરસ 🌹. નહીં ને નહિ અને મારી માટે ને મારા માટે કરી શકો. શુભેચ્છાઓ
ખૂબ જ સરસ👍👍👍
ખૂબ સરસ
વાહ…વાહ…કાચબાભાઈ…
ખૂબ જ વાસ્તવિક લખાણ…
👌👌👌✍️✍️✍️
બહું સરસ
વાહ ખૂબ સરસ 👌👌👌👌💐💐💐💐👍
આવશે સમય ગઝલ કવિતાનો કદીક
ધારાવાહિક નો પછી સમય કદાચ નહીં હોય😍😝
વાહ ખૂબ જ સુંદર રજૂઆત.
પ્રેમાળ દોસ્ત પછી નહીં હોય 👌👍🙋♂️
સરસ
જય હો