પાસાં સીધાં પડતાં ગયાં,
ઉપર ફટફટ ચઢતાં ગયાં,
આજુબાજુ નજર દોડાવી,
રસ્તાં તુરત મળતાં ગયાં,
ચાલ્યે રાખ્યું આગળ આગળ,
પાછળ સૂરજ ઢળતાં ગયાં,
અંદર અંદર ખોદયાં કર્યું,
હીરાં-માણેક જડતાં ગયાં,
સામે મળ્યાં જે કોઈ ડેરા,
માથાં એને અડતાં ગયાં,
એક-એક કરતાં વ્યાધિ-ઉપાધી,
એની મેળે ટળતાં ગયાં,
ધ્યાન એનું જ મનમાં રાખ્યું,
એની જ બાજું સરતાં ગયાં,
જેટલું એણે સુચવ્યું “કાચબા”,
એટલું ચુપચા, કરતાં ગયા.
પાસાં સીધાં પડતાં ગયાં,
ઉપર ફટફટ ચઢતાં ગયાં….
૧૨/૦૯/૨૦૨૧
જેટલું એણે સુચવ્યું એટલું કરતાં ગયાં ને પાસા સીધા પડ્યાં એટલે ફ્ટાફટ ઉપર ચડતાં ગયાં. ખુબ જ ઉમદા વિચારો રજુ કર્યા . ખુબ જ સુંદર રચના 👌👌👌👌👌👏👏👏
વાહહહ….બહુ એટલે બહુ જ મસ્ત રચના…કેટલી સુંદર વાત કરી….
અંદર અંદર ખોદયા કર્યું
હીરા માણેક જળતા ગયા…જેમ દરેક લાઈનમાં અદભુત વાત કરી…👏👏👏👏👏👏🙏
તમારી કવિતા,સ્વભાવ અને વ્યવહાર માં અહમ કદી
દેખાયો નથી.સકારાત્મકતા અને ઉદાર વિચાર જે
કમાલ કરે છે.અદભૂત….
વાહ લાગણીને એમ જ વહાવતા રહ્યા ને દરિયાને પેલે પાર જતા રહ્યા
ખૂબ સરસ રજુઆત કરી અમિતભાઇ
વાહ વાહ પાસા તો એની મરજી થી પડતાં ગયાં અને આપણે ઉપર ચઢતાં ગયાં
એણે બતાવેલા રસ્તે ચાલતાં ખુશ રહ્યા…ખુબ સરસ વિચાર રજૂ કર્યો