સિકકો ઉછાળીને નિર્ણય કરે છે?
તારો જ છું હું, શું કામ ડરે છે?
ગમતાને ચાહવામાં ખોટું નથી કાંઈ,
એવું તો રાધા ને કૃષ્ણય કરે છે.
દાબીને લાગણીઓ ફરવાની શું કામ?
એમાં ક્યાં કશું જ તું ખોટું કરે છે?
સિક્કાને ભાવનાઓ હોતી નથી કોઈ,
એ તો બસ મસ્તીમાં ફર ફર કરે છે.
જાણું છું સિક્કો ઉછાળીને મનમાં તું,
પ્રાર્થના ક્યા કાંટા-છાપાની કરે છે.
અહીંયા નહીં તો બીજે ક્યાંક મળશું,
પ્રેમ ક્યાં કામના શરીર ની કરે છે?
સસ્તું નથી “કાચબા”, જીવન-મરણ એટલું,
કામ શું કામ સિક્કાનું, અઘરું કરે છે?
– ૦૧/૧૨/૨૦૨૧
[જીંદગી ઘણી વખત આપણને એવાં વળાંક પર લાવીને મૂકી દે છે કે… એક તરફ કુવો તો બીજી બાજુ ખાઈ… શું કરવું એની જ સમજ નહીં પડે. એવે વખતે આપણે સિક્કો ઉછાળીને “કંટા કે છપ્પા” કરીને નિર્ણય સિક્કા પર છોડી દઈએ. પણ ખરો નિર્ણય તો ત્યારે જ થઈ જાય જ્યારે સિક્કો હવામાં હોય અને આપણું મન એ એક જ બાજુ પડવાની પ્રાર્થના કરતો હોય….]
ખુબ સરસ રચના,અદભુત….
બહુંજ ઉમદા અને અદ્ભૂત રચના એકદમ સરળ શબ્દોમાં દિલની વાત કહી આપે મિત્ર ❤️💐❤️