રૂઢિચુસ્ત

You are currently viewing રૂઢિચુસ્ત

વિચાર વારે વારે બદલે, વિચારસરણી નહીં બદલાય,
રહો ભલે ઝુંપડે કે બંગલે, રહેણી-કરણી નહીં બદલાય,

નવા નવા રસોડે મેચિંગ, ફર્નિચર નાં ધણ બદલાય,
મોટાં મોટાં કબાટ બદલે, કાચની બરણી નહીં બદલાય.

દહીં ને દૂધની નદીઓ વહેતી, ઘી નાં પીપે પીપ ભરાય,
ઘાસતેલ પણ તેલની સાથે, એકજ ગરણી, નહીં બદલાય.

હેત કરી હૈયામાં રાખે, છપ્પન ભોગ ઘરે પીરસાય,
બહાર જઈ જમવાની નરની, આદત પરણી નહીં બદલાય.

હળવે હળવે પ્રેમથી ભોળવે, ભોળો મનમાં બહું હરખાય,
આખે આખો વરને બદલે, જાદુગરણી નહીં બદલાય.

ટાંચો એમ એમ ઘાટ પડે, ને ભાત કાષ્ટ પર ઉતરી જાય,
ઢોળ ગમે તે ચઢાવને “કાચબા”, પણ કોતરણી નહીં બદલાય.

– ૩૦/૧૧/૨૦૨૧

[ગમે તે કરો પણ, ઘસારો લાગવાથી પથ્થર પર જે લીસોટા પડ્યા હોય એ કદી જાય નહીં… રેસા છૂટાં પડી જાય પણ દોરીના વળ જાય નહીં…. એક એકવાર કોઈ ઘરેડમાં બંધાઈ ગયા બાદ “રૂઢિચુસ્ત” મનમાં બીજી કોઈ ધાર પડતી નથી….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 6 Comments

  1. રાકેશ પટેલ

    અદ્ભૂત મિત્ર બહુંજ ઉમદા રચના ❤️💐❤️

  2. Ishwar panchal

    જાદુગરની નહિ બદલાય……..
    અમિતકુમાર ની કવિતાની દુનિયા નહિ બદલાય.
    આશ્ચર્યચકિત કરતી રચના ,તમારી ગુજરાતી ભાષા
    પર ગજબની કમાન છે.

  3. Kunvariya priyanka

    Mast

  4. Kunvariya priyanka

    આલેખી આ વાત
    ભીતર કોતરાઈ ગઈ છે

  5. Sandipsinh Gohil

    Kachba ni Uttam Rachna kayam rehse a nai badlay

  6. મનોજ

    ખૂબ સરસ વાત કરી… વિચારસરણી બદલાય. નહીં…👍🏻