એવો કેવો હિસાબ કરે,
કાલનો સરભર આજ કરે,
અહીંનું અહીંયા પૂરું થાશે,
એવો શું કામ પ્રલાપ કરે.
ધોઈ ધોઈને કેટલું ધોવું,
કેટલાં કોઈ જાપ કરે?
પાછલાં ભાવનું કોણે જોયું,
આ ભવ માત્ર વિલાપ કરે.
ભેગું કરવા દેતો નથી કંઈ,
છેલ્લે સઘળું રાખ કરે,
સાંજ સુધી તો બળ્યા કર્યા,
ક્યારે ઓછો તાપ કરે?
બોધ નથી ને પૂર્વ કર્મોનો,
શેનો પશ્ચાતાપ કરે?
આત્મા કકળે એટલો “કાચબા”,
કોઈને કેમ સંતાપ કરે?
– ૩૦/૦૩/૨૦૨૧
[એક બાજુ તો કહે છે કે અહીંનું કરેલું બધું અહીં જ ચૂકવીને જવું પડશે, ને બીજી બાજુ એમ પણ કહે છે કે પાછલા જન્મોનાં જમા ઉધાર પણ આ જન્મમાં ચૂકવવા પડે છે. આ તે કેવો વિરોધાભાસ? અહીંનો હિસાબ અહીં જ થઈ જતો હોય તો આ પાછલું લ્હેણું કેવું?]
જબરો હિસાબ શીખવ્યો કાચબાભાઈ
Khub Saras Rachna and Abhivaykti
આધ્યાત્મિક અને આત્મજ્ઞાન થી ભરપૂર કવિતા જે ઓશો ના વિચારો ને પ્રતિબિંબ કરે છે.
આવા તત્વજ્ઞાન થી ભરપૂર વિચારો અમારા સુધી
પહોચાડવા માટે હું કવિ નો ખૂબ ખૂબ આભાર
વ્યક્ત કરું છું.