એ ગયા તો એમ ગયા,
વસંત પછી પાનખર આવી,
જતા જતા કે’તા ગયા,
રાહ જોજો હમણાં આવી,
દિવસ રાત વીતતા ગયા,
પાનખર ગઈ વર્ષા આવી,
પવન સુસવાટા મારતા ગયા,
એ ન આવ્યા, યાદ આવી,
ભમરા ટકોર કરતા ગયા,
“કાચબા”ને ગમતી સુગંધ આવી,
હવે આવ્યા તે વસંત લાવ્યા,
પછી ના કોઈ પાનખર આવી.
– ૧૧/૧૧/૨૦૨૦