ખાલી ખાલી

You are currently viewing ખાલી ખાલી

હા, હું રિસાયો હતો, પણ ખાલી ખાલી…
તમે તો મનાવવા પણ ના આવ્યા, ખાલી ખાલી.

હા, જરાક ખીજાયો હતો, પણ ખાલી ખાલી….
તમે તો રડ્યા પણ નહીં, ખાલી ખાલી.

હા, આંખ બતાવી હતી, પણ ખાલી ખાલી…
તમે તો ગભરાયા પણ નહીં, ખાલી ખાલી.

હા, ઘાંટો જોરથી પાડેલો, પણ ખાલી ખાલી…
તમે તો ધ્રુજ્યા પણ નહીં, ખાલી ખાલી.

હા, અબોલા લીધેલા, પણ ખાલી ખાલી…
તમો તો બોલાવ્યો પણ નહીં, ખાલી ખાલી.

હા, ચાલવા પણ માંડેલો, પણ ખાલી ખાલી…
તમે તો રોક્યો પણ નહીં, ખાલી ખાલી.

આવું તો ચાલ્યા કરે “કાચબા”, પણ ખાલી ખાલી…
યાદો જીવનભરની બની જાય, ખાલી ખાલી.

૨૬/૦૧/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 2 Comments

  1. Tarulata pandya ' ratna '

    પણ હું અભિપ્રાય ન આપુ ખાલી ખાલી,
    સારા કવિત્વની જગા ભરવા લાગ્યા તમે
    જે ઘણા સમયથી હતી સાવ ખાલી ખાલી.👍

  2. મનોજ

    😊😊😊 વાહ વાહ વાહ…. નિર્દોષ, નિર્મળ પ્રેમનાં રીસામણા – મનામણાં ખુબ સુંદર રીતે રજુ કર્યા …👍👍👍👌👏👏