એમ ખુશ થતો હોય તો એમ, ભલે,
ચાલ તને વાદળની પેલે પાર લઇ જાઉં.
આંખ તો મારી હવે નાની પડવા લાગી છે,
આવ ખેંચીને સપનાની બહાર લઇ જાઉં.
પહોંચી ના શક્યો હોય ઘડનારો પણ જ્યાં સુધી,
પાતાળથી પણ ઊંડે તારો વિચાર લઇ જાઉં.
ઉઘરાણી તો સંસારની ચાલતી જ રે’વાની,
એક ‘યુગ’ તારી ખાતર ઉધાર લઇ જાઉં.
પહોંચે શકે જ્યાં સુધી, લંબાવ હાથ તારો,
અભરાઈએ ચડાવેલો થાક, ઉતાર, લઇ જાઉં.
ધાર મારા શબ્દોની તે ક્યાં જોઈ છે “કાચબા”,
વ્યંજનો અને સ્વરની આર-પાર લઇ જાઉં.