માર્ગ તો નિર્ધારિત થઈ ગયો છે,
સમય હવે એના પર ચાલવાનો છે.
ધ્યેય તો નિશ્ચિત થઈ ગયો છે,
પ્રયત્ન બસ એને પામવાનો છે.
નિયમ જે કઠોર ઘડી લીધો છે,
તેને શ્રધ્ધા થી પાળવાનો છે.
પાટલે તો રોટલો ઘણો લાગે મીઠડો,
ઉંબરો તોયે તારે લાંઘવાનો છે.
છાંયડો તો લીમડાનો ચાંદનીથી શીતળ,
વાડો પણ, જરૂર પડી, છોડવાનો છે.
કિલ્લો જે સગવડતા નો બાંધ્યો છે ફરતે,
અંદરથી આજ એને તોડવાનો છે.
ભય, લોભ, પ્રલોભન અને પુરસ્કાર,
“કાચબા” એ ક્રમ પૂરો કરવાનો છે.
– ૦૮/૦૩/૨૦૨૧
ધ્યેય બનાવ્યા કર્યેથી શું થાય, એના પર અમલ પણ કરવો પડે,.. ખુબ સરસ….