પોકાર

You are currently viewing પોકાર

છબીની બહાર આવતો નથી,
મારી બાજુ જોતો નથી,
પત્ર વ્યવહાર કરતો નથી,
મનમાં શું છે કે’તો નથી,
         તું તો મળવા આવતો નથી,
         મારે જ કશું કરવું પડશે.

માની લીધું તું વ્યસ્ત હશે,
જવાબદારી થી ત્રસ્ત હશે,
તને પણ થોડું કષ્ટ હશે,
પણ ધ્યેય તો તારું સ્પષ્ટ હશે?
         તું તો મળવા આવતો નથી,
         મારે જ કશું કરવું પડશે.

એકવાર તને મળવું પડશે,
તારી બાજુમાં બેસવું પડશે,
હૈયું મારું ખોલવું પડશે,
ને શું જોઈએ છે, કહેવું પડશે,
         તું તો “કાચબા” આવતો નથી,
         મારે જ કશું કરવું પડશે.

– ૦૬/૦૩/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply