પરોઢ

You are currently viewing પરોઢ

વીતી ગઈ રાત, પણ ઠંડક એવી ને એવી જ છે,
પુરી થઇ વાત, પણ રંગત એવી ને એવી જ છે.

થાકી ગયા વાદળાં ને થીજી ગઈ વીજળી, પણ
મેના ને પોપટની, સંગત એવી ને એવી જ છે.

ગરમ થયો ચાંદો, ને ધુમ્મસ થયું પાણી, તોય
સિસકી ને હિચકી ની, પંગત એવી ને એવી જ છે.

બળી ગયો ખોબો, ને તૂટી ગઈ પ્યાલી,”કાચબા”
હોઠેથી પીવાની, નોબત એવી ને એવીજ છે.

– ૦૮/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply