સ્વાભાવિક

You are currently viewing સ્વાભાવિક

વીંછી મને કરડી શકે, એને મારાથી ના કરડાય,
એની તો કોઈ આબરું નથી, મારી મારાથી ના ખરડાય,

ધમાલ-મસ્તી કરે, ઉપરથી મારું કહ્યલું માને નહીં,
હુપાહુપ એ કરે, વાનરનાં કાન મારાથી ના મરડાય,

અડધી રાતે ઉઠી ઉઠીને જોર જોરથી રાડો નાંખે,
જોઈ અજાણ્યું ભસે, શ્વાનની પૂંછ મારાથી ના અમળાય,

બોલે એટલું ઝેર ઓકે, વાતે વાતે બચકાં ભરે,
ભલેને ગળે ભરડો લઈ લે સાપ, મારાથી ના ભરડાય,

મરી જાય તોય, સ્વભાવ ન બદલે, છે ઈશ્વરનો પ્રસાદ સમજે,
માણસ થઈને આવ્યો “કાચબા”, મને મારાથી ના બદલાય.

– ૧૪/૦૯/૨૦૨૧

[તમસ અને આક્રમકતા પ્રાણીસહજ પ્રવૃત્તિ છે, કૂતરાં માટે ભસવું અને સાપ માટે કરડવું કાગડાની કર્કશ વાણી, શીયાળનું કપટ.. બધું કુદરતી રીતે “સ્વાભાવિક” છે… અને જનાવર જીવે ત્યાં સુધી જનાવર જેવું જ વર્તન કરે, પણ માણસ…😔😔😔…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 4 Comments

  1. સ્વાતિ શાહ

    ખુબ ખુબ સરસ 👌👌👌
    અદભુત 👌👌👌👌

  2. યક્ષિતા પટેલ

    અપ્રતિમ…..👏👏👏👏👏🙏

    શું ભાવ… શું શબ્દો!! … અદભુત…!!

  3. મનોજ

    વાહ વાહ વાહ કાચબાભાઈ શું વાત કરી, ..જાનવર જીવે ત્યાં સુધી જાનવર જેમ જ રહે, મરી જાય પણ સ્વભાવ બદલે નહીં….

  4. Ishwar panchal

    અદભુત ,સિધ્ધાંતવાદી મહાપુરુષો એ પોતાને ક્યારેય
    બદલ્યા નથી.તમારો સ્વતંત્ર મિજાજ કંઇક અલગ જ છે.