ગંગા પાસે ગયો, ને
સાગર યાદ આવ્યો,
એક ચિત્ર જૂનું જોયું,
એક મિત્ર યાદ આવ્યો.
રંગ થોડો ઝાંખો છે,
પણ આંખોને પાંખો છે,
એ દ્રશ્ય જૂનું જોયું,
એક મિત્ર યાદ આવ્યો.
આપણ કેટલા રાજી છે ,
યાદ હજીયે તાજી છે,
એક ધબકારુ ખોયું,
એક મિત્ર યાદ આવ્યો.
સૌના ગાલ પર લાલી છે,
જિંદગી મતવાલી છે,
એક ફોનની ધંટડી રણકી,
એક મિત્ર યાદ આવ્યો.
-૦૭/૧૧/૨૦૨૦