મારું માનો તો

You are currently viewing મારું માનો તો

મારું માનો…, તો દિવસે તારા દેખાડું,
મારું માનો…, તો કુંડાળા કાળા દેખાડું,
મારાથી હોંશિયાર નથી કોઈ આજે(!)
મારું માનો…, તો પથરા સારા દેખાડું.

મારું માનો…, તો જીવ ખાતી બેસાડું,
મારું માનો…, તો આંખે રાતી બેસાડું,
જોવો છે પરચો, મારી ભક્તિનો?
મારું માનો…, તો સાડા સાતી બેસાડું.

મારું માનો…, તો તળિયે છાલા પડાવું,
મારું માનો…, તો છાતીએ ભાલા પડાવું,,
બૌ ખખડે છે ને કૂકા ગજવામાં,
મારું માનો…., તો માથે ટાલા પડાવું.

અમે તો “કાચબા” વૈદ ઊંટના,
મારું માનો…., તો ભવ ની બાજી બગાડું.

– ૦૪/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply