કર્મ, કર્તા અને કારક

You are currently viewing કર્મ, કર્તા અને કારક

હું કરતો નથી, તું કરાવે છે,
ધ્યાન ધરતો નથી, તું ધરાવે છે,
ક્હે નીચે-ઉપર ના ફેરા કેટલા?
ફરતો નથી, તું ફરાવે છે….હું કરતો નથી, તું કરાવે છે.

હું ચરતો નથી, તું ચરાવે છે,
દરિયો તરતો નથી, તું તરાવે છે,
ઝાકળ નો નાનકડો ટુકડોય મારા પર,
ઠરતો નથી, તું ઠરાવે છે….હું કરતો નથી, તું કરાવે છે.

તારો ખરતો નથી, તું ખરાવે છે,
કોઈને હણતો નથી, તું હણાવે છે,
ચાલવાને કેટલા, બાકી છે ખાના,
ગણતો નથી, તું ગણાવે છે….હું કરતો નથી, તું કરાવે છે.

જે રડતો નથી, એને રડાવે છે,
જે ડરતો નથી, એને ડરાવે છે,
એકવાર જે તારા માન્યામાં આવે,
એ ચડતો નથી, તું ચડાવે છે…. હું કરતો નથી, તું કરાવે છે.

હું કરતો નથી, તું કરાવે છે,
ધ્યાન ધરતો નથી, તું ધરાવે છે,
“કાચબો” તો ક્યારનો, થાકીને બેઠો,
અંદરથી મને, “તું” ચલાવે છે…. હું કરતો નથી, તું કરાવે છે.

– ૦૩/૧૨/૨૦૨૦

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
0 0 votes
રેટિંગ
guest
0 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments