પડકારોથી હું તારાં ડરવાનો નથી,
અંદાજમાં ફરક મારાં પડવાનો નથી,
દરિયા, પહાડ, પથ્થર, કાંટા બધાં જ મારા સાથી,
રસ્તે એમને જોઈને ઢીલો પડવાનો નથી.
જાણું તને, તું કઈ હદ સુધી પહોંચી શકે,
એ હદ પછી તું મને નડવાનો નથી.
ચામડાથી હાડકા, બધું જ વીંધી નાંખશે,
શૂળ તારો આત્માને અડવાનો નથી.
હારી ગયા પછી પણ, હસતાં તને જોઉં છું,
તારા મનને હું કદી કળવાનો નથી.
ફિકર હશે તને કે હું છકી ન જાઉં, કદાચ-
પ્રશંસા તું એટલે મારી કરવાનો નથી.
અંત આ પડકારોનો મારી જ સાથે આવશે,
તું તો “કાચબા” શરમથી કાંઈ મરવાનો નથી. …પડકારોથી૦
– ૦૩/૧૨/૨૦૨૧
[તને અને તારી ચાલને હું બરાબર સમજી ગયો છું, તું કઈ હદ સુધી જઈ શકે એનો અંદાજ આવી ગયો છે મને. પણ મને મારી પણ ક્ષમતા પર પૂરતો વિશ્વાસ છે, એટલે જ હું પણ મારા નિર્ણય પર “મક્કમ” છું, તારાં કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે….]
અંદાજ માં ફરક મારા પડવાનો નથી,
એ હદ પછી તું મને નડવાનો નથી ,
બચ્ચનનો વટ અને દાયલોક જેટલી દમદાર
કવિતા.ગુજરાતી ફિલ્મ અને ટેલિવિઝન ના લેવલ
ની રચના.
Wonderfull rachana
Bahuj adbhoot rachana
જબરી ખુમારી કાચબા ભાઈ 👍🏻