જે એનાં હકનું નથી, એ મેળવવા પ્રયત્ન કરે છે,
જે એને ખપનું નથી, એ મેળવવા પ્રયત્ન કરે છે,
બે હાથમાં લાડું લેવાં, મંડી પડ્યો છે જોશથી,
જે એને હદતું નથી, એ મેળવવા પ્રયત્ન કરે છે,
ચારે બાજુ દોડે બેફામ, આંખે પાટા બાંધીને,
જે એને શોભતું નથી, એ મેળવવા પ્રયત્ન કરે છે,
લાંબી લાંબી પાડે છે, હવામાં હાથથી લીંટીઓ,
જે એની હદમાં નથી, એ મેળવવા પ્રયત્ન કરે છે,
જીતી જવાં “કાચબો”, ઘેન પાય છે સસલાંને,
જે કોઈને છોડતું નથી, એ મેળવવા પ્રયત્ન કરે છે,
– ૧૨/૦૯/૨૦૨૧
વાહહ…જબ્બર રચના…લાસ્ટ લાઇન તો બેસ્ટ….
આટલા મહાન વિચારો કવિતાના રૂપમાં મૂક્યા છે,
જે સુખ અને શાંતિ નો નિર્દેશ કરે છે.
વાહ ઉત્તમ રચના
ખુબ જ સરળ શબ્દોમાં બહુ મહત્વની વાત સમજાવી કાચબાભાઈ 👌👌👍