રોજ સવારે નવી આશા લઈને જાઉં છું,
રોજ સાંજે એજ નિરાશા લઈને આવું છું.
આજે જ હશે એ દી’ જેની પ્રતીક્ષા છે,
ઊઠતાં બેસતાં એક જ ગાણું ગાઉં છું.
બીજ એક સપનાનું વાવ્યું, આંબો કરવાં-
પાણી એને પરસેવાનું પાઉં છું.
એક નજરમાં મોહિત થઈને દોડી આવે,
વારે વારે કેશ કલાપ સજાઉં છું.
પાસે રાખી નિરખવો એને મન ભરીને,
પાટલે બેસતી ધૂળ સતત હટાવું છું.
અનુભવ એ હશે જ કેવો રોમાંચકારી,
વિચારે એનાં મંદ મંદ હરખાઉં છું.
કરી નેજવું* ઉંબરે ઉભો વાટ નિહાળું,
અધીરો એને જોવા “કાચબા” થાઉં છું.
*નેજવું – આંખ ઉપર છાપરા જેમ હથેળીઓ રાખી જોવું
– ૨૦/૦૪/૨૦૨૨
[એને જોવા માટે, એને મળવા માટે, વર્ષો સુધી તપસ્યા કરી છે. અને આજે જ્યારે એ ઘડી એકદમ નજીક આવી ગઈ છે ત્યારે મારી “ધીરજ ખૂટી” છે. હવે એક એક ક્ષણ જાણે એક એક વર્ષ લાગે છે…]
કવિ અને કલાકાર ખુબજ સંવેદનશીલ હોય છે.કવિ પોતે સ્ટોંગ મગજ ના છે.છતાં આખરે ( કવિ ) હદય
ધરાવે છે.તો કુલ મિલાવીને ધીરજ……..
વાહ…લાજવાબ અભિવ્યક્તિ 👌