એટલું સરળતાથી જો બધું છોડી શકાતું હોત,
કેટલું સરળતાથી તો તને મળી શકાતું હોત.
ભાર જો ના લાદી દેવાતો હોત માથે પાપનો,
તો ભાર દઈને તને બધું જ પુછી શકાતું હોત.
પ્રાર્થનાઓ લખવાની તો જરૂર જ નાં પડત ને?
તારાથી જ જો જાતે બધું જોઈ શકાતું હોત.
ચોર્યાસી લાખ યોનિઓની પીડા દૂર થઈ જાત,
રહસ્ય જો એક આત્માનું કળી શકાતું હોત.
ગર્ભગૃહમાં શું કામ કોઈને પુરી દેવાની જરૂર પડે?
એક જગ્યાએ તારાથી જો બેસી શકાતું હોત.
હિમાલયોમાં નહીં મળત, ભટકતા કોઈ જીવ તને,
તારાથી જ જો થોડુંક નીચે ઉતરી શકાતું હોત.
શું કામ તને કાલાવાલા કરવા પડત આવવાનાં,
ગગનમાં જો “કાચબા”થી ઉડી શકાતું હોત.
– ૦૪/૦૩/૨૦૨૨
ભગવાન સાથે તમારો પ્રેમ અદભુત છે.સાથે દિલ
ખોલીને પ્રશ્ન પૂછો છો તે કવિતાની ( કશિસ ) હોય
છે. ભગવાન કહેશે આપરીજ પાર્ટી ના છે ,ધ્યાન
આપવું પડશે.