ફરક તો એમનેય પડશે જરૂર,
આવીને અમને એ મળશે જરૂર.
લઈને જ આવશે એ લેખાં ને જોખાં,
હક છે એ એમનો એ વઢશે જરૂર.
જાણું છું એમનો સ્વભાવ છે કેવો,
થોડીક તો બાંધછોડ કરશે જરૂર.
સંબંધ જ એવો છે વર્ષો પુરાણો,
શરમ બે આંખોની નડશે જરૂર.
ખબર અમારી એ પુરી જ રાખે,
જખ્મો નું ઠેકાણું જડશે જરૂર.
અંદરથી જાણે કે નાળિયેર જેવાં છે,
નક્કી છે ડૂસકું તો ભરશે જરૂર.
“કાચબા”ને તકલીફમાં જોઈ કણસતો,
એમનીય અંદર કંઈ બળશે જરૂર. … ફરક તો૦
– ૨૬/૦૪/૨૦૨૨
[એ ભલેને ગમે તેટલો અક્કડ રહેવાનો, હોવાનો કે દેખાવાનો અભિનય કરે, પણ હું જાણું છું કે અંદરથી એ કેટલો નરમ છે, કેટલો “સહિષ્ણુ” છે. એ છોને ગમે તેવું આકરું બોલે, જરાંય ગભરાવાની જરૂર નથી, એનાથી સ્હેજ પણ નફ્ફટ થવાશે નહીં, એટલું નક્કી છે…]
ભાવનાત્મક અને અનુકંપા થી છલોછલ દરેક પંક્તિ.
કવિ ના ઊંડા વિચારો થકી કવિતાનું નિર્માણ થાય છે.
અને સંબંધોને કવિ દિલ ની ઊંડાઈ થી સમજી લે છે.
Ati Sundar