પપ્પો ગાંડો થઈ ગ્યો,
પપ્પાને વેકેશન જોઈએ..!!
છટકી કમાન એની,
પપ્પાને વેકેશન જોઈએ..!!
સીધો સીધો જાતો હોય તો જાને ધંધે,
વાંકો થઈને આવતો હોય તો તારે લમણે,
એક જ઼ કામ તો આળસુ તારે ભાગે, એમાં આડાઈ?
તને તો નિરાંત શાની?
પપ્પાને વેકેશન જોઈએ…!!!
ભલેને દુઃખતી પાની,
પપ્પાને વેકેશન જોઈએ…!!! … પપ્પો ગાંડો૦
ખાતો હોય તો ખા ને રોટલા ઠંડા ઠંડા,
ઓછાં હોય તો ખાજે થોડા ભીડનાં ધક્કા,
ઘરમાં બેસીને ના હાડકાં તારાં ઢીલાં કરજે,
કો઼લે* જોતરાયેલા,
પપ્પાને વેકેશન જોઈએ…!!!
તળિયા છોલાયેલાં,
પપ્પાને વેકેશન જોઈએ…!!! … પપ્પો ગાંડો૦
ઘેર આવીને તારે ક્યાં કોઈ લેશન હોય છે?
રાંધણ વાસણ કરવાનું ક્યાં ટેંશન હોય છે?
તારે માથે જ સૂર્ય ઉગતો ને આથમતો “કાચબા”,
છતને છુટ્ટી ના હોય,
પપ્પાને વેકેશન જોઈએ…!!!
મરદને મસ્તી ના હોય,
પપ્પાને વેકેશન જોઈએ…!!! … પપ્પો ગાંડો૦
– ૧૨/૧૧/૨૦૨૧
*કોલે – કોલ્હુ એ : તેલ કાઢવાની ઘાણીએ [જોતરાયેલો – બંધાયેલો (બળદ)]
[પપ્પો આજે ગાંડો થઈ ગ્યો હોય એવું લાગે છે, વેકેશન માંગે છે !!! બોલો… પપ્પાને તો કંઈ વેકેશન મળતું હશે??…]
અનેરી રચના કાચબાની,
સ્પીચલેસ….💗👏👏👏👏👏🙏
એક દમ અલગ વિચારો રજૂ કર્યા.છે તો બારોકો ની
કવિતા પણ લેવલ ખૂબ ઊંચું છે.સરસ,