અજવાળે કે઼ટલા હોય આગળ પાછળ ફરતા, ને
જેવી રાત ઢળે, કોઈ ન હોય કને, એવું પણ બને.
ડાહ્યા ના પ્રયત્નો હજાર જાય નિષ્ફળ, ને
પહેલોજ ફળે, ઢબુના ઢને, એવું પણ બને.
માણસ જીવનભર મંદિર મંદિર ભટકે, ને
મહાદેવ મળે, એની રા…ખને, એવું પણ બને.
ક્રુરતા અને હીંસા હોય ચારે તરફ ગામમાં, ને
માણસાઈ મળે, ધનધોર વને, એવું પણ બને.
ભાગીદાર પાપના સૌ કોઈ રહેતા, ને
અપજશ મળે, “કાચબા” તને, એવું પણ બને.
– ૨૪/૧૧/૨૦૨૦