રમવા ગયા સિમાડે, આંગણાં દૂર રહી ગયા,
“વે’લા પાછા ફરશું, માં” એટલું કહી ગયા.
ખૂબ જોરથી દોડ્યા, પછી ધૂળમાં પડી ગયા,
ચૂર થઈને લોટ્યા, જ્યારે શ્વાસ ચડી ગયા.
સુકાઈ ગઈ’તી નદીઓ, કુવા ખાલી થઈ ગયા,
હતાં જે ક્યારેક ઝરણાં, ‘ગંદી નાલી’ થઇ ગયા.
ભેગી કરીને હિંમત, એ તરફ દોડી ગયા,
હશે એ સજ્જન, પાદરે, જે પરબ છોડી ગયા.
ખાઈ લીધા નિશાઃસા, કડવા ઘૂંટ પી ગયા,
નજીક પહોંચ્યા ‘કાચબા’, તો અવાક્ થઈ ગયા.
નળ તો ક્યાં હતા જ, પવાલા ચોર લઈ ગયા.
ભરેલા રહ્યા માટલા, ને અમે તરસ્યા રહી ગયા.
– ૧૧/૧૦/૨૦૨૦