અભિલાષા

You are currently viewing અભિલાષા

રસથી ભરેલી આંખોમાં, ઉતરવાનું, મન થાય છે
મદમસ્ત થયેલી પ્યાલીમાં, નીતરવાનું, મન થાય છે.

રંગો લાવું ઇન્દ્રધનુષના, મનથી પીંછી, જાડી થઉં,
સુંદર એના સ્વપ્ન પટલને, ચી઼તરવાનું, મન થાય છે.

પુષ્પો કેટલા વિશાળ મનના, યાદો સૌની, સંઘરી લે,
નાજુક નમણી પાંખડીઓને઼, કોતરવાનું, મન થાય છે.

ચોકી કરે શું ચોક્સાઈથી, ધબકારા પણ પકડી લે,
યુક્તિ કરું શું? પલકારાને, છેતરવાનું, મન થાય છે.

ખેડવા લાગ્યા મહેનતથી એ, સોનેરી એક સૃષ્ટિને,
વાદળ લઈને એમની સાથે, જોતરવાનું, મન થાય છે.

ખોવાઈજાઉં ઘનઘોર એમની, કાળી એ વનરાજીમાં,
રેશમ ના બે ચાર તારને, કતરવાનું, મન થાય છે.

રૂપાળી આ ફૂલવાડી ને, ફોરમ “કાચબા” મનોહારી,
વેણી સીવવા દોરી લઈને, નોતરવાનું, મન થાય છે.

– ૨૨/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. મનોજ

    વાહ વાહ વાહ… પ્રેમરસ અને શૃંગારરસની ઉત્કૃષ્ટ જુગલબંદી….