એક મુલાકાત

You are currently viewing એક મુલાકાત

આવ્યું સપનું,
છાનું છપનું,
એની સાથેના
ગપ સપ નું, આવ્યું સપનું…

સૌને ખુશ,
કરવા કપરા,
સૌની છોડ,
“મૂકને લપ” નું, આવ્યું સપનું…

શિખર સર્વે, સર
કરવા કપરા,
ભલે, તને શું
છે ઉણપ, નું, આવ્યું સપનું….

ધનના ઢગલા,
કરવા કપરા,
લાલચ છોડ,
લઈલે ખપનું, આવ્યું સપનું…

સપના સાકાર
કરવા કપરા,
આળસ છોડ,
લે સંકલ્પ નું, આવ્યું સપનું… “કાચબો”

– ૦૩/૧૧/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply