બાકી તું સમજદાર છે

You are currently viewing બાકી તું સમજદાર છે

મારી વાત માન, આથમી જા,
અત્યારે ને અત્યારે જ,
એકવાર મારો સિતારો ચમકી ગયો ને,
પછી તને કોઈ નહીં પુછે… મારી…

મારી વાત માન, ખરી જા,
અત્યારે ને અત્યારે જ,
એકવાર મારી પ્રતિભા ખીલી ગઈ ને,
પછી તને કોઈ નહીં પુછે… મારી…

મારી વાત માન, પીગળી જા,
અત્યારે ને અત્યારે જ,
એકવાર હું ભઠ્ઠીમાંથી બહાર આવી ગયો ને,
પછી તને કોઈ નહીં પુછે… મારી…

મારી વાત માન, ઉડી જા,
અત્યારે ને અત્યારે જ,
એકવાર મારાં સપનાઓને પાંખ લાગી ગઈ ને,
પછી તને કોઈ નહીં પુછે… મારી…

મારી વાત માન, ભુલાઈ જા,
અત્યારે ને અત્યારે જ,
એકવાર “કાચબા”ની કલમ બોલવા લાગી ગઈ ને,
પછી તને કોઈ નહીં પુછે… મારી…

– ૦૬/૦૨/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 2 Comments

  1. Sandip

    Vah..

  2. મનોજ

    વાહ ખુમારી વાહ…. કહી દઉં છું, શાનમાં માની જા, તારાં હિતમાં રહેશે…👌👌👌