પરોક્ષ

You are currently viewing પરોક્ષ

હવા ઠંડી આવતી રહે છે,
સુગંધ તારી લાવતી રહે છે,
નકારી ન કાઢું તારી હયાતી ને,
પરચા એટલે બતાવતી રહે છે.

ફૂલો ડાળે ખીલાવતી રહે છે,
સૂરો સંગીતના રેલાવતી રહે છે,
તું કાયમ મારી નજીક રહે છે,
અનુભવ એનો કરાવતી રહે છે…હવા ઠંડી…

દરિયાઓને ઉછાળતી રહે છે,
વાદળોને ઉતારતી રહે છે,
સંતુલન બેવનું બનાવતી રહે છે,
ચક્ર સતત ચલાવતી રહે છે….હવા ઠંડી…

મંદ મંદ હસાવતી રહે છે,
ગાલો ને સહેલાવતી રહે છે,
“કાચબા”ને પંપાળતી રહે છે,
મમતા તારી દર્શાવતી રહે છે…..હવા ઠંડી…

– ૦૩/૦૨/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply