જ્યારે પણ મળો તો, સવાલ કરો છો,
મારાં ભૂંડા હાલ કરો છો,
પહેલાં ચિંથરેહાલ કરો છો,
ખોટું, ખોટું, પછી વ્હાલ કરો છો.
તમે પણ યાર, કમાલ કરો છો,
રસ્તા વચ્ચે બબાલ કરો છો,
પહેલા આંખો લાલ કરો છો,
કેટલી પછી ધમાલ કરો છો.
મારો કેટલો, પણ, ખ્યાલ કરો છો,
ફીકર વરસાવીને ન્યાલ કરો છો,
દુનિયા ગમે તે સમજે “કાચબા”
તમે પ્રેમથી માલામાલ કરો છો.
– ૦૩/૦૨/૨૦૨૧
વાહ