પરપોટાની હવાઈ યાત્રા

You are currently viewing પરપોટાની હવાઈ યાત્રા

એક પરપોટાને ઉડવું’તું,
પાણીની બહાર તરવું’તું,

પાણીમાં તો ફાવટ હતી, પણ
પાણી બહાર અદાવત હતી,
નવાં-સવા ને ફાવવા ન દે,
હવા પણ એવી નપાવટ હતી,

ચઢવાની તો સગવડ હતી,
પડવાની ક્યાં આદત હતી,
હવા જ હવાની વેરી થશે,
નાદાન ને ક્યાં ખબર હતી,

જોર જોરથી હવા ભરે,
કુદી કુદીને પ્રયત્ન કરે,
જેટલો જોરથી ઉંચે ચઢે,
બમણાં જોરથી નીચે પડે,

એમ કાંઈ હાર માનવાનો હતો?
ધૂન લાગી, પછી બેસવાનો હતો?
ગડમથલ કંઈક થઇ મગજમાં,
કેમેય પાર પાડવાનો હતો,

પાણીને મનની વાત કરી,
મદદ ને માટે અરજ કરી,
એકલાં એકલાં જવું તું તારે,
એટલે આટલી ભીંસ પડી,

પાણી એ સાબુનો સાથ લીધો,
પરપોટા ફરતે પડદો કીધો,
બાહુપાશમાં લીધી હવાને,
ઉત્સવ પ્રેમનો ઉજવી લીધો,

ભૂસકો ફરીથી જોરમાં માર્યો,
પરપોટો અધ્ધર ઉડવા માંડ્યો,
સપનું “કાચબા” ત્યારે ફળ્યું,
પાણીએ પાણીની બહાર તાર્યો.

– ૧૩/૦૮/૨૦૨૧

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
Subscribe
Notify of
guest
8 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments
Nita anand
Nita anand
25-Oct-21 11:59 PM

વાહ ખુબ ખુબ સુંદર રચના
👌👌👌👌👌👍👍✍️

Nita anand
Nita anand
25-Oct-21 11:40 PM

ખુબ જ સુંદર રચના
👌👌👌👌👌

Nita anand
Nita anand
23-Oct-21 11:55 PM

વાહ , ખુબ ખુબ સુંદર રચના
👌👌👌👌👌

Ishwar panchal
Ishwar panchal
19-Oct-21 7:57 PM

પ્રયત્ન કરવા થી સફરતા ચોક્કસ પ્રાપ્ત થાય છે.
અર્થસભર કવિતા.

Chiku honey ' મીઠું'
Chiku honey ' મીઠું'
19-Oct-21 3:41 PM

👌👌👌👌 ખુબ સરસ

દરજી મનિષ કુમાર ભીખુભાઈ "મિત્ર"
દરજી મનિષ કુમાર ભીખુભાઈ "મિત્ર"
19-Oct-21 1:43 PM

વાહ વાહ વાહ…. નિઃશબ્દ થઈ જવાઈ એવી ચુંબકીય આકર્ષણ પેદા કરનારી સુંદર પંક્તિઓ લખી છે અમિત ભાઈ હાર્દિક ધન્યવાદ 🙏 ઘર

Kirti rathod
Kirti rathod
19-Oct-21 1:07 PM

Wah khub khub sundar rachna👍👌👌👌👌👌✍️✍️✍️✍️✍️❤️🌹💐🌷🌻

Sandipsinh Gohil
Sandipsinh Gohil
19-Oct-21 8:32 AM

Jordar Rachna
Khub Saras