કોઈની નજરમાં આવી જાય, એવું, કશું જ કરતો નહીં,
કોઈની નજરમાં રહી જાય, એવું કશું જ કરતો નહીં,
કોઈની નજરે ચઢી જાય, એવું, કશું જ કરતો નહીં,
કોઈની નજરમાં ઉતરી જાય, એવું, કશું જ કરતો નહીં,
કોઈની નજર ફરી જાય, એવું, કશું જ કરતો નહીં,
કોઈની નજરમાં પડી જાય, એવું, કશું જ કરતો નહીં,
કોઈની નજર લાગી જાય, એવું, કશું જ કરતો નહીં,
કોઈની નજર બગડી જાય, એવું, કશું જ કરતો નહીં,
કોઈની નજર મળી જાય, તો એટલુંજ કરજે “કાચબા”,
શરમથી નજર ઝૂકી જાય, એવું, કશું જ કરતો નહીં.
– ૧૩/૦૮/૨૦૨૧
વાહ , નજરનાં ખેલ ને જુદા જુદા અર્થમાં સમાવી ઉમદા ગઝલ રજુ કરી .
👌👌👌👌👌
ખુબ જ સુંદર રચના
👌👌👌👌👍
સુવિચારો સાથે પ્રેરણાત્મક વિચારો રજૂ કરતી
સરસ કવિતા.
વાહ વાહ વાહ….. દરેક પંક્તિ પ્રેરણાત્મક સંદેશો આપી જાય એવી ઉત્તમોત્તમ ભાવસભર આલેખી છે…. હાર્દિક ધન્યવાદ 🙏
Khub Saras Rachna