એને ડબ્બો ખોલીને જોવો છે,
એને ફુગ્ગો ફોડીને જોવો છે,
ફીણ ઘસીને સાબુનો,
એને ખોબો ભરીને જોવો છે.
એને પારો ચઢતો જોવો છે,
એને તારો ખરતો જોવો છે,
પાંદડાંની જેમ પાણીમાં,
એને ઢીંગલો તરતો જોવો છે.
એનો સ્વભાવ જ “કાચબા” એવો છે,
એ અદ્દલ તારા જેવો છે,
એનો હેતુ એની પાછળ શું?
એ પ્રશ્ન જાણવા જેવો છે.
નાદાન બાળકની ઉત્સુકતા અને કુતૂહલવૃત્તિ ખુબ સરસ બતાવી