પુરવાર કર

You are currently viewing પુરવાર કર

પ્રમાણ નહીં, તો પ્રણામ નહીં,
ઝૂકી ઝૂકીને, સલામ નહીં,

આદર સત્કાર, આગતા સ્વાગતા,
ભોગ છપનીયા, ઠામ નહીં,

શોધી લઈશું, બીજે મારગ,
એવે ચોરે, વિરામ નહીં,

આંગણે જોઈને, મોઢું ફેરવે,
મારે મન એ, ધામ નહીં,

ઓળખ સાચી, ના’પે એને,
મળવા પાત્ર, ઈનામ નહીં,

આચરણ ત્યાં લગ, એકજ રહેશે,
આદેશ પાળવા, તમામ નહીં,

આસ્થાનાં તાંતણે, બંધાયેલું મન,
મારું એનું ગુલામ નહીં,

દુઃખિયા જોઈને, દ્રવે નાં “કાચબા”,
એ મારે મન, રામ નહીં.

– ૧૫/૦૯/૨૦૨૧

[હું છું, બધે જ છું, કણ કણમાં છું, જન જનમાં છું, વગેરે વગેરે.. બહુ સાંભળ્યું તારું. પણ હવે એ બધું નહીં ચાલે. જો તું છે, તો “પૂરવાર કર“, નહીં તો, જ્યાં સુધી તું સાબિતી નહીં આપે ત્યાં સુધી તને નમસ્કાર નહીં, જપ-તપ, ભજન‌-કિર્તન, આરતી-થાળ.. બધું જ બંધ….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 7 Comments

  1. Nita anand

    વાહ ખુબ ખુબ ખુબ સુંદર રચના
    👌👌👌👌👌👌

  2. દરજી મનિષ કુમાર ભીખુભાઈ "મિત્ર"

    વાહ વાહ વાહ…એક એકથી ચડિયાતી અનમોલ રત્નકણિકા સરિખી હદયગમ્ય ભાવપૂર્ણ પંક્તિઓ દ્વારા ઉત્તમ અભિવ્યક્તિ હાર્દિક ધન્યવાદ 🙏

  3. દરજી મનિષ કુમાર ભીખુભાઈ "મિત્ર"

    એક એકથી ચડિયાતી અનમોલ રત્નકણિકા સરિખી હદયગમ્ય પંક્તિઓ દ્વારા ઉત્તમ અભિવ્યક્તિ હાર્દિક ધન્યવાદ 🙏

  4. Ishwar panchal

    કવિતા વાંચીને ઓશો(રજનીશ)) ના પ્રવચનો યાદ આવી ગયા, જેમાં વણઉકેલ્યા અને સવેન્ડનસિલ
    પ્રશ્નો હતા.બાકી તમારો ભગવાન સાથેનો પ્રેમભાવ
    હંમેશા ભાવાત્મક અને વિચારશીલ હોય છે.

  5. Kunvariya priyanka

    ખૂબ સરસ વાત રજુ કરો છો કવિતા દ્વારા

  6. સ્નેહલ જાની

    સાચી વાત. જે વ્યક્તિ પોતાનાં નિર્ણયમાં દ્રઢ ન હોય એનાથી દૂર રહેવું સારું.

  7. મનોજ

    ઈશ્વરને પણ ultimatum આપી દીધું કાચબાભાઈ…. ખુમારી ભરી રચના. 👌👌