હાથમાંથી રેતી સરકતી જાય છે,
ઢગલી મૂંછમાં મરક્તી જાય છે,
થઇ જાશે ખાલી ઘડી બે ઘડીમાં,
તલવાર માથે લટકતી જાય છે,
મુઠ્ઠી આ મારી તો છે શક્તિશાળી,
એ શક્તિ ના ભ્રમને ઝટકતી જાય છે,
દાબીને રાખી જેટલાય જોરે,
એટલી ઝડપથી છટકતી જાય છે,
ઢીલાશ આપી ને ખોલી જો મુષ્ઠી,
આપો આપ એમાં અટકતી જાય છે,
બનાવે છે કિલ્લો એ કોઈના સ્વપનનો,
પણ કોઈ ની આંખે ખટકતી જાય છે,
માછલી ને ધરે છે એ ઊંચેરા ટેકરા, ને
“કાચબા”ને ઠોકરે પટકતી જાય છે,…
હાથમાંથી રેતી સરકતી જાય છે…
– ૨૪/૧૧/૨૦૨૦
ખૂબ સરસ રીતે પોતાની વ્યથા નક્કી કરી
ખુબજ સુંદર વાત કહેલ છે