QUANTITY ના જમાનામાં QUALITY નું પૂંછડું પકડી રાખ્યું છે,
મોંઘવારી ના જમાનામાં એક જ લફરું કરી રાખ્યું છે.
કોણ જાણે, કોણ આવી ચઢે, દેવતરસ્યું આંગણે,
એક હૈયું, બારણાં આગળ, ડુમો ભરીને મૂકી રાખ્યું છે.
હુન્નર કેવું ગજબનું આપ્યું, પ્રભુએ એમના હાથમાં,
ખબર પણ ના પડી, ક્યારે બોળીને મુંડી નાંખ્યું છે.
ઘસઘસાટ ઊંઘી ગયેલો, ખોળે માથું મૂકીને,
ઉઠતાંવેંત જોયું, મારું, બરાબરનું કરી નાંખ્યું છે.
ઘા રૂઝાઈ ગયા પછી ભુલાઈ ના જાય ખંજર એટલે,
આ વખતે એમનું નામ, ઘા ઉપર જ છૂંદવી રાખ્યું છે.
કડવી નથી લગતી મને, કોઈ પણ વાત કોઈની હવે,
મંથન અમે જાતે કર્યું છે, હળાહળ ચાખી રાખ્યું છે.
મોભો જાળવવા “કાચબા”, દાવ પર લગાવ્યું બાળપણ,
સામે દાવ પર શું લાગે છે, એ જ જોવાનું બાકી રાખ્યું છે.
– ૦૮/૦૨/૨૦૨૧