કામણગારી

You are currently viewing કામણગારી

નજર સામે નઝર,
આખું નગર રળિયામણું,

ગાલ પર લાલી,
માથે ખંજન સોહામણું,

મુલાયમ એ અધરો,
ઉપર તલડું લલચામણું,

રેશમી કાંઈ ગેશુ,
માથે ફુમટું શોભામણું,

લચીલી શું કમર,
કમરબંધન લોભામણું,

કોમળ સુ વદન,
ઢાંકે પલલુ લજામણું,

“કાચબા”ની પ્રીતે,
આભામંડળ અળખામણું.

– ૦૭/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply