નરસા નો, નહીં સારા નો,
ફરક છે વિચારધારા નો,
દરિયો લાગે વિશાળ કોઈને,
કોઈને લાગે ખારા નો,… ફરક…
મરી ગયેલું તળાવ કોઈને,
કોઈને લાગે ગારા નો,…
ઘાસ લીલું નીંદણ કોઈને,
કોઈને લાગે ચારા નો,… ફરક…
અબૂધ લાગે બોજ કોઈને,
કોઈને લાગે તારા નો,…
સત્યમેવ જય જીવન કોઈને,
કોઈને લાગે નારા નો,… ફરક…
નિરપેક્ષ સત્ય કશુંજ નથી’ને,
નહીં ધોળા કે કાળા નો,
દ્રષ્ટિકોણ નો ફેર છે “કાચબા”,
નહીં તારાં કે મારાં નો. ફરક…
– ૦૫/૦૬/૨૦૨૧
👌👌ખુબ જ સરસ