અપેક્ષા

You are currently viewing અપેક્ષા

ચેહરા પર સ્મિત બિલકુલ નથી, અને
દિલમાં એમને જગા જોઈએ છે.

ઘસાવું એમને જરાક પણ નથી, અને
વ્હાલા એમને સગા જોઈએ છે.

ફાવે ત્યારે છેતરવા “કાચબા”,
લોકો એમને ગગા જોઈએ છે.

સહાનુભૂતિ મળતી રહે એટલે,
પ્રેમમાં એમને દગા જોઈએ છે.

– ૧૦/૧૧/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply