ખોટું શું છે?

You are currently viewing ખોટું શું છે?

ઈશ્વરને ફરિયાદ કોને નથી?
મેં પણ કરી,
એમાં ખોટું શું છે?

તકલીફ સંસારમાં કોને નથી?
મેં જાહેર કરી,
એમાં ખોટું શું છે?

રકઝક એની સાથે કોને નથી?
મેં પણ કરી,
એમાં ખોટું શું છે?

ચકમક સંબંધમાં કોને નથી?
મેં જાહેર કરી,
એમાં ખોટું શું છે?

અપેક્ષા એનાંથી કોને નથી?
મેં પણ કરી,
એમાં ખોટું શું છે?

દાનત લઇ લેવાની કોને નથી?
મેં જાહેર કરી,
એમાં ખોટું શું છે?

ઈચ્છા કહી દેવાની કોને નથી?
મેં પણ કરી,
“કાચબા” ખોટું શું છે?

હિંમત કહી દેવાની કોઈને નથી,
મેં ભેગી કરી,
કશું ખોટું નથી.

– ૦૬/૦૬/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply