તારે ઈશ્વર થવું’તુ, તે તેં ચમત્કાર કર્યો,
મારે સાધો થવું’તુ, તે મેં પરોપકાર કર્યો,
તેં ઈશ્વર થઈ ને પણ કર્યું શક્તિપ્રદર્શન,
મેં તારા જ ઉપદેશ ને મારો સંસ્કાર કર્યો,
તને આમેય આદત હતી વિચારો થોપવાની,
જાણવા છતાં તારી સાથે સાક્ષાત્કાર કર્યો.
હું મારા સામર્થ્ય ને બરાબર ઓળખી શકું,
એટલે, તારા જ ઘરમાં, તારો પ્રતિકાર કર્યો,
મારા સાહસને ઉદ્ધતાઈ માં ના ખપાવી દેતો,
તેં જે રસ્તો ચીંધ્યો, એને જ મેં અંગીકાર કર્યો.
તારે જતાવવી હતી તારી મહેરબાની મારા પર,
એટલે, સુરજ ઢળ્યાં પછી ઘરમાં અંધકાર કર્યો,
ખુદ્દારી મેં પણ તારી જેમ જ પાળી છે “કાચબા”,
મેં પણ, મારાં જ દુઃખો પર મારો અધિકાર કર્યો.
– ૧૯/૦૪/૨૦૨૧
અફલાતૂન રચના