કાગળની હોડી છે, ક્યાં સુધી એ તરવાની?
એકમાર્ગી સફર છે, ક્યાં પાછી ફરવાની?
સુરજ તો પેહોચ્યોં છે, મધ્યાહને ફક્ત,
ક્ષિતિજે જઈને એ, ક્યાં એને મળવાની?
જરીકવાર ચાલશે ને, ઢીલી પડી જાશે,
મોજાંની સાથે એ, ક્યાં જઈ ઉછાળવાની,
સમજાવ્યું કેટલું, કે પેલે પાર કાંઈ નથી,
સાહસની વાર્તા, એ કોને જઈને કરવાની?
નક્કી છે ડૂબશે, પણ શું કરીએ “કાચબા”,
શું એનાં મનમાં છે, ક્યાં ખબર પડવાની?
– ૧૨/૦૯/૨૦૨૧
ઓસ્સમ…!!
સાહસની કથા કોને જઈ કહેવાની??
શું છે એના મનમાં?! ક્યાં ખબર પડવાની!!! સુપર
વાહ વાહ વાહ અદભૂત સાર ગર્ભિત અર્થસભર અતિસુંદર પંક્તિઓ દ્વારા કાવ્ય કૃતિ… હાર્દિક ધન્યવાદ 🙏
ખૂબ ખૂબ સરસ રચના.
વાહ કાગળની હોડી દ્વારા ખુબ સરસ સંદેશ આપ્યો સાહસ નો