ઘોર અંધારે પરોઢિયે, ખળ ખળ વેહતા નીર,
ઠંડી ચાદર ઓઢીને, થર થર કંપે શરીર.
સુની પડી પગદંડી, ભેંકાર ભાસે લગીર,
સુસવાટો દોડે બિલ્લી પગે, ચકલા ધીર-ગંભીર.
થીજી ગયેલી વાષ્પ, શુષ્ક થયેલો વીર*
અંધારે એક ઓરડે, એક તણખો લાગે પીર.
છીંકે-ધ્રૂજે મોરલો, ઠંડી એની તાસીર,
ઢેલ લઈલે બાથમાં, ઈલાજ “કાચબા” અકસીર.
– ૧૬/૦૧/૨૦૨૧