સમય પરિવર્તન

You are currently viewing સમય પરિવર્તન

ઉઘાડ ઘેરાશે, થોડી જ વારમાં,
ડૂમો ભરાશે, થોડી જ વારમાં,

મન મોહી ગયું, વસંત આવે,
ફૂલ કરમાશે, થોડી જ વારમાં,

આંખ આંજી ગ્યા, ચમકતાં શબ્દો,
સત્ય દેખાશે, થોડી જ વારમાં,

કામ લાગશે હવે તું કોઈ ને,
હેત ઉભરાશે, થોડી જ વારમાં,

પૂરપાટ દોડે, પ્રલોભનના ઘોડે,
ઢીંચણ છોલાશે, થોડી જ વારમાં,

વડીલો દઈ ગ્યા, વારસામાં બટકું,
જંગ ખેલાશે, થોડી જ વારમાં,

પ્રભાત આ સોનેરી, અલ્પાયુ “કાચબા”,
રંગ બદલાશે, થોડી જ વારમાં.

– ૨૦/૦૬/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply