સ્વપ્નસૃષ્ટિ

You are currently viewing સ્વપ્નસૃષ્ટિ

સવારે પથારીમાં ફૂલોની સુગંધ હતી,
સપનામાં આપણે બગીચે ફરતા’તા.

અફસોસ નથી રત્તી ભરનોય, ભલે
આખ્ખી રાત હજ્જારો તારા ખરતા’તા.

માંગ, આપું, જે કઈ પણ માંગે,
હાથ જોડી કાલા વાલા કરતા’તા.

માંગુ શું બીજું, આપણે બેવ જ હતા “કાચબા”,
ને હિંચકે સુખ-દુઃખની વાતો કરતા’તા.

– ૨૯/૧૦/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply