મારે સીધાં જ ચાલવું તું, પણ
રસ્તો વળી ગયો,
આડા રસ્તે જવું નો’તું, તે
પાછો વળી ગયો,
શોધતો હતો બહાનું, મને
મોકો મળી ગયો,
આગળ જવાનો રસ્તો ન’તો, તે
પાછો વળી ગયો.
રસ્તા ને તો રસ્તો મળ્યો,
એ એટલે વળી ગયો,
એવું, તેં, શું મેળવી લીધું, તે
પાછો વળી ગયો.
આડે રસ્તે જે કોઈ ગયું,
એ એને ગળી ગયો,
હું જાણી ગયો છું એટલે “કાચબા”,
પાછો વળી ગયો.
૨૩/૦૭/૨૦૨૧