ઝેર તો ભોળા હું રોજ પીઉં છું,
પણ ગળે ભેરવવાની જરૂર નથી પડતી,
પચવતા મને આવડી ગયું છે.
ક્રોધ તો ભોળા મને પણ આવે છે,
પણ ત્રીજું નેત્ર ખોલવાની જરૂર નથી પડતી,
પી જતા મને આવડી ગયું છે.
શાંતિ તો ભોળા મને પણ જોઇએ છે,
પણ કૈલાશ સુધી જવાની જરૂર નથી પડતી,
તળેટીમાં જ ધ્યાન કરતા આવડી ગયું છે.
ગંગા તો “કાચબા” મેં પણ ધરી છે,
પણ જટામાં બાંધવાની જરૂર નથી પડતી,
ડુમો ભરતાં મને આવડી ગયું છે.
– ૧૧/૦૩/૨૦૨૧
ઝેર, ક્રોધ અને શાંતિ માં તો કમાલ કરી .પરંતુ
ગંગા માતો હદ ની પેલે પાર.
વાચકના દિલ માં તમારી કવિતા હંમેશા સ્થાન
લય લે છે .
વાહ ખૂબ જ સરસ
Har Har Mahadev-Sundar Rachna
વાહ…સરસ….શાંતિ તો મને પણ જોઈએ છે
પણ કૈલાસે જવાની જરૂર નથી…
હર હર મહાદેવ…વાહ… ઝેર તો હું રોજ પીવું છું, ક્રોધ તો મને પણ આવે છે…