સંભાળજે, ભલે, ધીરજના, કલાકો વધી જશે,
પણ નિશાન જો ચૂક્યું, વિરહ ના કલાકો વધી જશે.
નહિ રહે પાર, તારા પસ્તાવાનો ત્યારે,
બીજો સફળ થયો, ગ્લાનિ ના કલાકો વધી જશે.
ધ્યાન રહે એકલો, નથી બેઠો તું પરીક્ષામાં,
હાથ ઘસતા બેસવાના, કલાકો વધી જશે.
તક મળશે એકજ, સૌને, અને તને પણ,
નિશ્ચિંત જો થયો “કાચબા”, રડવાના કલાકો વધી જશે.
– ૦૮/૧૨/૨૦૨૦