શૂન્યમનસ્ક

You are currently viewing શૂન્યમનસ્ક

સપનું આંખમાં આવવા કરે છે, આંખ બંધ કરતા નથી,
એકી ટસે જોયા કરે છે, તારા કેમ ખરતા નથી.

હૈયું ભર્યું તો છે છલોછલ, અશ્રુ નીસર઼તા નથી,
તસ્વીર ભૂંસાતી નથી સામેથી, વાલમ વિસર઼તાં નથી.

કંડારાયા ચિત્રો માનસ પર, હાથે ચીતર઼તા નથી.
શુષ્ક થયેલા ખાડિયા માંથી, રંગો નીતર઼તા નથી.

ખાટી-મીઠી ભરી કેટલી, યાદો પીરસ઼તા નથી,
વેદના સાચી હશે જ દિલમાં, કોરી નીરસ઼તા નથી,

એમના સ્વાગત-સત્કાર વિના, શબ્દો પાંગર઼તા નથી,
ભટકતા રહેતા અનાથ વીરાને, રસ્તા ઉકલ઼તા નથી.

પ્રશ્નો થયા છે કેવા ઉદ્ધત, કોઈનું જ સાંભળ઼તા નથી,
પડીકાં ક્યારનાય બંધાવી લીધાં, બાહર નીકળ઼તા નથી.

ચિત્ર એટલું સુંદર બતાવું, પડદો બંધ કરતાં નથી,
સમજાવીને થાક્યો “કાચબા”, વિશ્વાસ સ્હેજે કરતાં નથી.

– ૧૫/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply